વડોદરામાં બુધવારે (9 જુલાઈ) પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. જોકે, આ દુર્ઘટનાને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે. હાલ, આ બ્રિજ દુર્ઘટનાને કારણે વાહનની અવર-દવર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરવામાં આવી છે.
તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીદા વાસદ થઈને વડોદરા તરફ જવું
બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઈને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવો.
પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવું અને મોટા વાહનોને વાસદ થઈને નીકળવું.