કોરોના વાઈરસ લૉકડાઉન વચ્ચે કોને છૂટ મળશે અને કોને નહીં? તેની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, હાલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પર સંપૂર્ણ રોક યથાવત રહેશે. રાજ્યોની બોર્ડર પણ સીલ જ રહેશે. એટલે કે, બસ, મેટ્રો, ફ્લાઈટ અને ટ્રેનોમાં સફર નહીં ખેડી શકાય.
આ ઉપરાંત સ્કૂલો, કોચિંગ સેન્ટર પણ બંધ જ રાખવામાં આવશે. સરકારે જણાવ્યું કે, ખેતી સાથે સંકળાયેલા કામોમાં છૂટ મળતી રહેશે. આ સાથે જ મોં ઢાંકવું હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને થૂકવા પર દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટ સર્વિસ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. એટલે કે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ પર રોક અને મેટ્રો સેવા પણ બંધ રહશે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પર પણ રોક રહેશે. મેડિકલ ઈમરજન્સી અથવા ખાસ મંજૂરી પર જ છૂટ મળશે સ્કૂલ-કૉલેજ બંધ તમામ શિક્ષણ સંસ્થાઓ, કૉચિંગ સેન્ટર અને ટ્રેનિંગ સેન્ટર 3 મેં સુધી બંધ રહેશે. આ ઉપરાંત તમામ થિયેટરો અને ધાર્મિક સ્થળો પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
લગ્ન હાલ મોકૂફ, જિમ બંધ
સરકારની ગાઈડલાઈન્સમાં લગ્ન સમારોહ સહિતના આયોજનો ઉપરાંત જિમ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજનીતિક અને રમત-ગમતના આયોજન પર પણ રોક મૂકવામાં આવી છે.
આ સિવાય માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ઘરમાં બનેલું માસ્ક, દુપટ્ટો અથવા રૂમાલનો ઉપયોગ પણ માસ્ક તરીકે કરશો તો ચાલી જશે.
કૃષિ સેક્ટરના કામોમાં છૂટ
ખેતી સાથે સંકળાયેલી તમામ ગતિવિધિઓ ચાલુ જ રહેશે. ખેડૂતો અને ખેત મજૂરોને હાર્વેસ્ટિંગ સાથે સંકળાયેલા કામ કરવાની છૂટ રહેશે. કૃષિ ઉપકરણોની દુકાનો, તેના મરમ્મત અને સ્પેર પાર્ટ્સની દુકાનો ખુલ્લી રહેશે. ખાતર, બીજ, જંતુનાશક ના નિર્માણ અને વિતરણની ગતિવિધિઓ ચાલુ રહશે અને તેની દુકાનો ખુલ્લી રહેશે.
હેલ્થ-બેંકિંગ સેવા યથાવત
હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લીનિક, ડિસ્પેન્સરી, કેમિસ્ટ શૉપ, મેડિકલ લેબ ખુલ્લા રહેશે. પેથોલોજી લેબ, દવા સાથે સંકળાયેલી કંપનીઓ ખુલ્લી રહેશે. બેંકિગ એટીએમ વગેરે પણ ખુલ્લા રહેશે. પોસ્ટ ઓફિસ, LPG, પેટ્રોલ-ડીઝલની સપ્લાય પણ ચાલુ જ રહેશે.
વડાપ્રધાન મોદીએ મંગળવારે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, 20 એપ્રિલ સુધી સખ્તાઈથી લૉકડાઉનનું પાલન કરવાનું રહેશે. જે બાદ જે હોટસ્પોટ નહીં હોય, તેમને છૂટ આપવામાં આવશે. આ છૂટ પર ગાઈડલાઈન્સ આજે જાહેર કરવામાં આવી છે.