મહેસાણા-ગાંધીનગરના સંયુક્ત કૃષિ મેળામાં બંને જિલ્લા 25 હજાર જેટલા ખેડૂતોને સંબોધતા નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓએ ખેડૂતોને ભાજપની સત્તામાં શું આપ્યું તેની માહિતી આપી જાતે જ પક્ષની પીઠ થપથપાવી હતી. જ્યારે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પણ શરૂઆતમાં અગાઉનાં નેતાઓની જેમ જ રાજ્યમાં જ્યારથી ભાજપ સત્તા આવી ત્યારથી અત્યાર સુધીની તમામ યોજનાઓ અને કામગીરી વિશે આંકડાકીય માહિતી આપી હતી. છેલ્લે ખરો સમય બાકી છે, જો જો પાણીમાં બેસી ન જતાં ખરૂ ઋણ ચુકવવાનું બાકી છે એવુ નિતીન પટેલ ખેડૂતોને સંબોધીને બોલ્યા હતા.