છેલ્લા કેટલાક સમયથી રાજ્યો દ્વારા કોરોના પીડિતોની સારવારમાં પ્લાઝમા થેરપીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની બીમારીની સારવારમાં પ્લાઝમા થેરપીનો સફળ ઉપયોગ થઇ શકે છે તેવા કોઇ પુરાવા સામે આવ્યા નથી. હાલમાં પ્લાઝમા થેરપી પ્રાયોગિક તબક્કામાં છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, હાલમાં કોવિડ-૧૯ની સારવાર માટે કોઇ મંજૂર કરાયેલી થેરપી અસ્તિત્વમાં નથી. પ્લાઝમા થેરપીથી આ બીમારીની સારવાર થઇ શકે છે તેવો કોઇ પુરાવો સામે આવ્યો નથી.