એલએસી પર ભારતીય પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીના સતત આવી રહેલા અહેવાલો વચ્ચે ભારત સરકારે ફરી એકવાર એલએસી પર કોઈ ઘૂસણખોરી થઈ નથીનું રટણ જારી રાખ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું છે છેલ્લા ૬ મહિનામાં ભારત-ચીન સરહદ પર કોઈ પ્રકારની ઘૂસણખોરી થઈ નથી. રાજ્યસભમાં સાંસદ ડો. અનિલ અગરવાલના પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, છેલ્લા ૬ મહિનામાં ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરી થઈ હોવાના કોઈ અહેવાલ મળ્યાં નથી. રાયે આ મામલા પર સંસદમાં વધુ કોઈ સ્પષ્ટતા કરી નહોતી પરંતુ જવાબમાં તેમણે એલઓસી પર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના ૪૭ પ્રયાસ થયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. નિત્યાનંદ રાયનો જવાબ મંગળવારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા સંસદમાં અપાયેલા એલએસી પરની સ્થિતિ અંગેના ભાષણથી પણ વિરોધાભાસી છે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ટિપ્પણી અને નિત્યાનંદ રાયના જવાબમાં કોઈ વિરોધાભાસ નથી.