લદ્દાખમાં એલએસી ખાતે ચીની સેનાના ભારતીય સૈનિકો પર હુમલા બાદ બંને દેશ વચ્ચે પ્રવર્તી રહેલા તણાવ મધ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. વિપક્ષના નેતાઓની મંતવ્યો જાણ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચીને આપણી સરહદમાં ઘૂસણખોરી કરી નથી કે આપણી કોઇ ચોકી પર ચીને કબજો જમાવ્યો નથી. સરહદ પર થયેલી હિંસક અથડામણમાં આપણા ૨૦ જવાન શહીદ થયાં પરંતુ જેમણે ભારત માતાને પડકાર આપ્યો તેમને તેમણે બરાબર પાઠ ભણાવ્યો છે. આજે આપણે એટલી ક્ષમતા ધરાવીએ છીએ કે, કોઇ આપણી એક ઇંચ જમીન પર આંખ ઉઠાવીને જોઇ શકે તેમ નથી. ભારતના સશસ્ત્રદળો એકસાથે સંખ્યાબંધ સેક્ટરમાં આગળ વધવાની ક્ષમતા ધરાવે છે.