Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને ભારતે ફગાવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે, ભારત-ચીન સરહદ વિવાદ મુદ્દે વડાપ્રધાન મોદીનો મૂડ ઠીક નથી. જો કે હવે વિદેશ મંત્રાલયના સુત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચે હાલમાં કોઈ વાતચીત નથી થઈ. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે છેલ્લે 4 એપ્રિલ, 2020ના રોજ હાઈડ્રોક્સીક્લોરોક્વીન વિષય પર જ ચર્ચા થઈ હતી.

અગાઉ ભારતના ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ પર મધ્યસ્થતાની રજૂઆત કરનારા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મેં વડાપ્રધાન મોદી સાથે આ સંદર્ભે વાતચીત કરી છે, પરંતુ ચીન સાથે ચાલી રહેલા વિવાદના કારણે તેઓ સારા મૂડમાં નથી. આ સાથે જ તેમણે એકવખત ફરીથી મધ્યસ્થતા કરવાની વાત કરી હતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચે સરહત પર તનાવ ચાલી રહ્યો છે. 1.4 બિલિયન વસ્તી ધરાવતા 2 મોટા દેશ જેની સૈન્ય તાકાત ખૂબ જ મજબૂત છે. ભારત ખુશ નથી અને કદાચ ચીન પણ રાજી નથી. મેં વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી છે, પરંતુ ચીન સાથે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે, તેને લઈને તેઓ સારા મૂડમાં નથી.

વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં ગુરૂવારે પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યુ કે, ભારત અને ચીન વચ્ચે આ મોટો વિવાદ બનતો જઈ રહ્યો છે. ભારત-ચીન વચ્ચે તનાવપૂર્ણ માહોલમાં મધ્યસ્થતા કરવાના પ્રશ્નનો જવાબ આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, જો તેઓ એવું વિચારે છે કે, મારી મધ્યસ્થતા કરવાથી મદદ મળે છે, તો હું એવું જરૂર કરીશ. જો કે ભારતે પહેલા જ ટ્રમ્પની મધ્યસ્થતાના પ્રસ્તાવને ફગાવી દીધો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ