-
ફોટો જોઇને આમિરખાન( ભૂવન)ની ફિલ્મ લગાનના દ્રશ્યો યાદ આવી જાય. લગાનનું શૂટીંગ કચ્છમાં થયું હતું. પરંતુ આ ફોટો એક યુવા ખેડૂતનો છે જે ક્રિકેટના મેદાનમાં કે ગામના ગોંદરે નહીં પણ એક ખાલીખમ ડેમની ખુલ્લી જગ્યામાં બેટીંગ કરી રહ્યો છે. જે વિગતો બહાર આવી છે તે મુજબ 3 વર્ષ પહેલા જામનગરના ઉંડ-1 ડેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે સૌની યોજના હેઠળ ભરવામાં આવ્યો હતો. તે પછીથી આ ડેમની જમીન પાણી માટે તરસી રહી છે. ડેમના ખાલી મેદાનમાં આસપાસના 35 ગામોના યુવા ખેડૂતોને ક્રિકેટનું મેદાન બનાવીને મેચ રમી રહ્યાં છે. ઉનાળો શરૂ થવામાં છે ત્યારે આસપાસના ગામોને પીવાનું અને સિંચાઇ માટેનું પાણી ક્યાંથી કઇ રીતે મળશે તેની ચિંતા પણ આ ગ્રામવાસીઓને થાય તે સ્વાભાવિક છે.