દેશમાં કોરોના વાયરસ (Covid-19)નો કહેર સતત વધી રહ્યો છે. આ વાયરસના કારણે તમિલનાડુમાં ધારાસભ્યના મોતનો પહેલો મામલો સામે આવ્યો છે. દ્રવિડ મુનેત્ર કડગમ (DMK)ના ધારાસભ્ય જે. અનબાલાગન (J Anbalagan)નું કોરોના સંક્રમણના કારણે અવસાન થયું છે. અનબાલાગન એક સપ્તાહ પહેલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ચેન્નઇની ખાનગી હૉસ્પિટલલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બુધવાર સવારે લગભગ 7 વાગ્યે તેમનું નિધન થયું છે. અનબાલાગન ચેન્નઈ પશ્ચિમ જિલ્લામાં ડીએમકે સેક્રેટરી પણ હતા. કોરોના વાયરસથી કોઈ જન-પ્રતિનિધિનું મોત થયું હોય તેવો આ દેશનો પહેલો મામલો છે.