પીએમ મોદીએ રવિવારે સ્વામિત્વ યોજના ખુલ્લી મૂકીને લોકોને પ્રોપર્ટી કાર્ડની વહેંચણી કરી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૧ લાખથી વધુ લાભાર્થીઓને સંબોધતા મોદીએ કહ્યું હતું કે હવે કોઈ તમારી જમીન કે પ્રોપર્ટી સામે આંખ ઊંચી કરીને જોઈ શકશે નહીં. સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવતું ઐતિહાસિક પગલું છે, આજે આપની પાસે એક અધિકાર છે. એક કાનૂની દસ્તાવેજ છે જે દર્શાવે છે કે આપનું ઘર આપનું જ છે અને આપનું જ રહેશે. સ્વામિત્વ યોજના હેઠળના આ પ્રોપર્ટી કાર્ડને દર્શાવીને લોકો બેન્કો પાસેથી આસાનીથી લોન લઈ શકશે. આપણે ગામડાઓને તેમના હાલ પર છોડી શકીએ નહીં. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય પંચાયતી દિવસ ૨૪ એપ્રિલ ૨૦૨૦ના દિવસે સ્વામિત્વ યોજના લોન્ચ કરાઈ હતી.