Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

Mumbai (SportsMirror.in) : ન્યુઝીલેન્ડ એ એ ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી ત્રીજી અન ઓફિશિલ વન-ડે મેચમાં ઇન્ડિયા એ (NZAvsINDA) ટીમને રોમાંચક મેચમાં 5 રને માત આપી છે. ન્યુઝીલેન્ડ એ ટીમે પહેલા બેટીંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 270 રન નોંધાવ્યા હતા. જવાબમાં ટીમ ઇન્ડિયા એ (NZAvsINDA) એ 49.4 ઓવરમાં 265 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે જ ન્યુઝીલેન્ડ એ ટીમે ત્રણ મેચની સીરિઝ 2-1 થી જીતી લીધી છે.

ન્યુઝીલેન્ડ એના માર્ક ચૈપમૈને 110 રનની ઇનીંગ રમતા બાજી પલટી દીધી

ઇન્ડિયા એ ના સુકાની મયંક અગ્રવાલે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનો આ નિર્ણય ત્યારે સાચો લાગ્યો જ્યારે 23 રનના સ્કોર પર ન્યુઝીલેન્ડ એ ટીમની 3 મહત્વની વિકેટ પડી ગઇ હતી. 26.2 ઓવરમાં 105 રનના સ્કોર પર 6 વિકેટ પાડી દેતા ઇન્ડિયા એ મજબુત સ્થિતી પર હતું. પરંતુ માર્ક ચૈપમૈને પુરી બાજી પલટી દીધી. તેણે 7મી વિકેટ માટે ટોડ એશ્લેની સાથે 136 રનની ભાગીદારી નોંધાવીને ન્યુઝીલેન્ડ એ ટીમને મજબુત સ્થિતી પર પહોંચાડી દીધી હતી. ચૈપમૈનએ 98 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 110 રન નોંધાવ્યા હતા. .તો ટોડ એશ્લેએ 56 રનની મહત્વની ઇનીંગ રમી હતી.

ઇન્ડિયા એ ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેનોનો ધબડકો

જીતના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ઇન્ડિયા એ ટીમની શરૂઆત સારી રહી હતી. પૃથ્વી શો અને ત્રુતુરાજ ગાયકવાડે પહેલી વિકેટ માટે 12.3 ઓવરમાં 79 રનની ભાગીદારી નોંધાવી હતી. પૃથ્વી શોએ માત્ર 38 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 55 રન ફટકાર્યા હતા. જ્યારે ત્રુતુરાજે 44 રનની ઇનીંગ રમી હતી. તો મયંક અગ્રવાલ માત્ર 24 રન જ કરી શક્યો હતો. ત્યારે બાદ ટીમ ઇન્ડિયા એ ના બાકીના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા અને 188 રનના સ્કોર પર 6 વિકેટ પડી ગઇ હતી. જોકે ઇશાન કિશને અણનમ 71* રનની ઇનીંગ રમી હતી પણ ટીમને જીતાડી શક્યો ન હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ