મોબાઇલ નંબરની જેમ હવે ગ્રાહકો બેન્ક એકાઉન્ટ નંબર પણ પોર્ટેબલ કરી શકે એવી શક્યતા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઇએ બેન્ક એકાઉન્ટ પોર્ટેબિલિટીની સુવિધા આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એસ. એસ. મુંદડાએ આ વિશે માહિતી આપી હતી. એસ. એસ. મુંદડાએ જણાવ્યું હતું કે બેન્ક એકાઉન્ટને આધારકાર્ડ સાથે લિંક કર્યા પછી પોર્ટેબલ કરવાનું શક્ય છે. એથી તમારું ખાતું એક બેન્કમાંથી બીજી બેન્કમાં પોર્ટેબલ કરી શકાશે. એટલે અનેક ગ્રાહકોને પોર્ટેબિલિટીનો લાભ મળશે. દાખલા તરીકે, તમારું ખાતું કેનેરા બેન્કમાં છે, પણ તમારે એ ખાતું એસબીઆઇમાં જોઇતું હોય તો તમે તે ટ્રાન્સફર કરી શકશો. તમારો કેનેરા બેન્કનો એકાઉન્ટ નંબર તમને એસબીઆઇમાં મળશે એટલે કે તમારી બેન્ક બદલાશે પણ એકાઉન્ટ નંબર બદલાશે નહીં. છેલ્લા કેટલાક વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો છે. એથી બેન્કિંગ ક્ષેત્રમાં એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટી જેવું પરિવર્તન શક્ય બનશે, એમ આરબીઆઇનું કહેવું છે.