અમદાવાદમાં વધુ એક કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 106 થઈ ગઈ છે. અને અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા 44 પર પહોંચી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના ખોડિયારનગરમાં રહેતી મહિલાને કોરોનાનાં લક્ષણો દેખાતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ કરાવતાં તેઓને કોરોનો પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું. આ મહિલા વીએસ હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે કામ કરે છે. મહિલાના પરિવારનાં 13 સભ્યોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. કોરોનાનાં કારણે અમદાવાદમાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નિપજ્યા છે.