22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ મોડી રાતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા. સેનાએ આ ઓપરેશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું છે. આ દરમિયાન ભારતના હવાઈ હુમલાને કારણે પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાનના લાહોર અને સિયાલકોટ એરપોર્ટ આગામી 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે શત્રુઓએ પાકિસ્તાનમાં પાંચ સ્થળોએ હુમલો કર્યો છે. ભારતના આ હુમલાનો પાકિસ્તાનને કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેનો કડક જવાબ આપવામાં આવી રહ્યો છે.