ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં યેલો એલર્ટ રહેશે.