Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપ સરકારનાં છેલ્લાં બજેટ સત્રના છઠ્ઠા દિવસે લોકસભામાં સરકારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં ભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આખો દિવસ પ્રસ્તાવ પર ચર્ચામાં સંખ્યાબંધ સાંસદોએ ભાગ લીધા બાદ સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચાનો જવાબ આપતાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં પંચાવન વર્ષ સત્તા ભોગના હતા જ્યારે અમારા પંચાવન મહિના સેવાભાવના છે, અમે સાચી નિષ્ઠા અને નીતિથી ૨૪ કલાક ગરીબો માટે કામ કરી રહ્યાં છીએ. કોંગ્રેસ સત્તા પર પોતાનો એકાધિકાર સમજે છે, પરંતુ તેમના પંચાવન વર્ષ પર મારી સરકારના પંચાવન મહિના ભારે છે. કોંગ્રેસ આરોપ મૂકે છે કે મારી સરકાર અમીરોની સરકાર છે. મારી આ જ સરકારે દેશનાં ૧૦ કરોડ અમીરો માટે શૌચાલય બનાવ્યાં છે. પંચાવન મહિનામાં અમે ૧૩ કરોડ ગેસજોડાણ આપ્યાં. પંચાવન મહિનામાં ૧૮ હજાર ગામોમાં વીજળી પહોંચી એ કોંગ્રેસને ખૂંચે છે. આજે ૧૦૦ કરોડ લોકો પાસે બેન્ક ખાતા છે. જે કામ ૨૦ વર્ષમાં પૂરું થવું જોઇતું હતું તે મારે આવીને કરવું પડયું.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે ભારતીય અર્થતંત્ર ૧૧મા સ્થાનેથી છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે. તેનાં કારણે કોંગ્રેસનાં પેટમાં દુઃખી રહ્યું છે. પંચાવન મહિનામાં ભારત સૌથી મોટો સ્ટીલઉત્પાદક દેશ બની ચૂક્યો છે. ભારતમાં આજે સૌથી વધુ ઇન્ટરનેટની વપરાશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ