કોરોનાને ફેલાતું અટકાવવા લોકડાઉનની સ્થિતિમાંથી બહાર આવવા દેશ તૈયારી કરી રહ્યો છે. તે અરસામાં આઇઆઇટી દિલ્હીના સંશોધકોએ તૈયાર કરેલું મોડેલ સૂચવે છે કે દેશના સાત રાજ્યોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઊંચા દરે વાઇરસ સંક્રમણનો ફેલાવો થઈ રહ્યો છે. સંશોધકોએ આ સાત રાજ્યોની યાદી આપતાં જણાવ્યું છે કે દેશના કુલ સંક્રમણ કેસ પૈકી બે તૃતીયાંશ કેસ આ સાત રાજ્યોમાં છે. સંશોધકોએ ચઢતાક્રમમાં આપેલી યાદીમાં ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતનો સમાવેશ થાય છે. પોર્ટલ કહે છે કે કેરળ, હરિયાણા અને તાલિમનાડુમાં સંક્રમણ દર ૧ કરતાં પણ નીચો નોંધાયો છે.