-
પાટીદારો માટે અનામત આંદોલન ચલાવનાર પાસ સંસ્થાના અગ્રણી નરેન્દ્ર પટેલે ભાજપે મને એક કરોડ આપ્યાનો ચોંકાવનારો આક્ષેપ અને કોર્ટ કેસ કર્યા બાદ તેમણે તેમની સાથે ભાજપમાં જોડાયેલા વરુણ પટેલે પૈસાની લેતી-દેતીની વાતચીતની ઓડિયો ક્લીપ જાહેર કરતાં રાજકીય ક્ષેત્રે ચૂંટણીના સમયે જ તરખાટ મચી ગયો છે. નરેન્દ્ર પટેલે એવો દાવો કર્યો કે ભાજપને એટેક આવી જાય એવી અને એટલી બધી ઓડિયો ક્લીપ તેમની પાસે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ભાજપમાં જોડાવા વરૂણ પટેલને 5.5 કરોડ અને વિરમગામની બેઠક તથા રેશમા પટેલને 7.50 કરોડની ઓફર થઇ હશે. આ ઓડિયો ક્લીપ બહાર આવ્યાં બાદ વરુણ પટેલનો કોઇ સંપર્ક કોઇને માધ્યમોને થઇ શક્યો નથી. નરેન્દ્ર પટેલે પોતાને મળેલાં 10 લાખના મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી વગેરેની સામે ગાંધીનગરની કોર્ટમાં કેસ પણ કર્યો છે.