પાકિસ્તાનની રાજધાની સ્થિત ભારતીય દૂતાવાસના બે કર્મચારી સોમવાર સવારથી લાપતા બન્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે સવારે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ ખાતે તહેનાત સીઆઇએસએફના બે ડ્રાઇવર કોઇ કામ માટે એક જ વાહનમાં દૂતાવાસની બહાર નીકળ્યા હતા, પરંતુ તેઓ તેમના નિર્ધારિત સ્થળે પહોંચ્યા નહોતા. જેના પગલે ભારતીય હાઇ કમિશનના અધિકારીઓએ નવી દિલ્હી અને પાકિસ્તાનની વિદેશ કચેરીને જાણ કરી હતી. શરૂઆતમાં બંને ભારતીય કર્મચારીઓની કોઇ ભાળ મળી નહોતી.