22 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપની મહારેલીનુ આયોજન કરાયુ છે ત્યારે તેના પર આતંકી હુમલાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ભાજપની મહારેલીમાં પણ લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આ સંજોગોમાં દેશની ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ પ્રમાણે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈસ એ મહોમ્મદ દ્વારા આ રેલી પર હુમલાની યોજના બનાવવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. આ માટે સંગઠને આતંકવાદીઓની એક ટીમને ભારતમાં ઘૂસાડી છે.