ભારતમાં આતંકીઓ માટે નવી યુક્તિથી હથિયારો પહોંચાડનો પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદે એક ડ્રોન નીચે પાડી દીધું. જેમાં પાકિસ્તાનથી ભારતમાં ઘૂસાડવામાં આવેલા શસ્ત્રો અને દારુગોળો હતા. BSFના જણાવ્યા મુજબ પાકિસ્તાની રેન્જર્સ ભારતમાં હથિયારો સપ્લાય કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
“આ ડ્રોનમાંથી એક અમેરિકન મેઇડ M4 રાઇફલ, બે મેગેઝઈન્સ, 60 રાઉન્ડ એમ્યુનેશનન અને 7 હેન્ડ ગ્રેનેડ કબજે લેવાયા છે. પ્રાથમિક તપાસમાં શસ્ત્રોનો આ જથ્થો કોઇ ‘અલી ભાઇ’ નામની વ્યક્તિ માટે મોકલવામાં આવ્યો છે. આ અલી ભાઇ કોણ છે? કે કોડ નેમ છે. તેની તપાસ કરાઇ રહી છે.” આ ડ્રોન 8 ફૂટ (બ્લેડથી બ્લેડની સાઇઝ)નું છે. અને તેને પાકિસ્તાનના વિસ્તારમાંથી કન્ટ્રોલ કરાઇ રહ્યું હતું. તે કઠુઆમાં BSFની પાનસર પોસ્ટ તરફ પેલી પારથી આવી રહ્યું હતું. ત્યારે તેની શકમંદ ગતિવિધિ જોઇ BSFએ તાત્કાલિક તેને પાડી દીધું હતું.”
આવા હથિયારો અગાઉ જૈશના આતંકીઓ પાસેથી મળ્યા હતા
નોંધનીય છે કે થોડા સમય પહેલાં ભારતમાં ઘૂસણખોરી દરમિયાન ઠાર મરાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પાસેથી પણ આવા શસ્ત્રો મળી આવ્યા હતા. આ આતંકીઓ એક ટ્રકમાં સવારી કરી રહ્યા હતા, ત્યારે સુરક્ષા જવાનોએ નાગરોટામાં એક ટોલ પ્લાઝા ખાતે તેમને ઠાર માર્યા હતા.
કાશ્મીરમાં મોટા ષડયંત્રની આશંકા
ભારતીય જવાનોનું માનવું છે કે કાશ્મીરમાં કોઇ મોટું ષડયંત્ર પાર પાડવા માટે પાકિસ્તાની રેન્જર્સ સરહદ પારથી શસ્ત્રોની સપ્લાય કરાવી રહ્યા છે. ત્યાંના આતંકી લોન્ચ પેડ ભારતે તબાહ કરી દીધા બાદ પાકિસ્તાના ISI ડ્રોનનો સહારો લઇ રહી છે.