Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંચમહાલ બેઠક અનેક રીતે મહત્વની  ગણવામાં આવે છે. કોમીરમખાણ માટેનું મહત્વનું બિંદુ  તરીકે ગોધરા વિસ્તારમાં આવે છે. આ બેઠક પર ૧૯૯૫માં પહેલી વખત ચુંટણી થઇ હતી અને જેમાં કોંગ્રેસના માંગાલાલ ગાંધીની જીત થઇ હતી. ૧૯૬૨ની ચુંટણીમાં જીવન દહિયાભાઈ નાયકએ પણ કોંગ્રેસની ટીકીટ પર જીત મેળવી  હતી. 2009 અને ૨૦૧૪ પણ ભાજપે જીત મેળવી હતી અને ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપે રતનસિંહ રાઠોડને ટીકીટ આપી છે અને કોંગ્રેસે વી.કે ખાંટને ટીકીટ આપી છે.

  • જ્ઞાતિ સમીકરણ

ચુંટણીમાં જ્ઞાતિ સમીકરણ મહત્વ બહુ આપવામાં આવે છે. પંચમહાલ બેઠક પર ૧૦ ટકા મુસ્લિમ મતો છે. જયારે ગોધરા, લુણાવાડા સહિતના શહેરોમાં મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર છે અને મતબેંક કોંગ્રેસ છે. લગભગ ૧૦ ટકા જેટલા મતદારો માલધારી- ભરવાડ સમાજના છે. આ ઉપરાંત ૮ ટકા મતદારો સવર્ણ સમાજના છે. પંચમહાલ જિલ્લો વૈષ્ણવ સંપ્રદાયનું મોટું કેન્દ્ર છે. વૈષ્ણવ વાણિયા અને બ્રાહ્મણોની વસતી અહીં નોંધપાત્ર છે અને એ બધા ભાજપ તરફી છે. 7 ટકા જેટલા મતદારો પટેલ સમાજના છે ને તેમાં કાછિયા પટેલોની સંખ્યા વધારે છે. એ બધા પણ ભાજપ તરફી છે. 10 ટકા જેટલા આદિવાસી મતદારો છે ને એ કોંગ્રેસની મતબેંક છે. બાકી બીજી છૂટક જ્ઞાતિઓના મતદારો છે અને એ બધા ઉમેદવારને જોઈને કોની તરફ ઢળવું એ નક્કી કરે છે.

  • ૨૦૧૭ની વિધાનસભા ચુંટણી

૨૦૧૭ની  લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સત્તાની નજીક પહોંચી ગઈ હતી. પંચમહાલ લોકસભામાં  સાત  વિધાનસભા વિસ્તાર આવે છે જેમાં ઠાસરા બેઠક કોંગ્રેસે ૭૦૨૮ મતોથી જીતી હતી. જ્યારે બાલાસિનોર કોંગ્રેસે ૧૦૬૦૨ મતોથી જીતી હતી. લુણાવાડા બેઠક અપક્ષના ૩૨૦૦ મતો ફાળે ગઈ હતી. શહેરા બેઠક ભાજપના ફાળે ૪૧૦૬૯ મતોથી થઇ હતી મોરવા હડફ બેઠક પણ અપક્ષે કબજો કર્યો હતો. ગોધરા સીટ ભાજપે ૨૫૮ મતોની સરસાઈથી જીત મેળવી હતી.

  • ૨૦૧૪ની લોકસભા

૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં પ્રતાપસિંહ ચૌહાણને ટીકીટ આપી હતી અને તેઓને  ૫૦૮૨૭૪ મતો મળ્યા અને કોંગ્રેસે રામસિંહ પરમારને ટીકીટ આપી હતી તેઓને ૩૩૭૬૭૮ મતો મળ્યા હતા અને ભાજપના ઉમેદવારની ૧૭૦૫૯૬ માર્જિનથી જીત થઇ હત.

  • લોકસભાની ચર્ચામાં ૩ વખત ભાગ લીધેલ છે

૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં પંચમહાલ બેઠક પરથી પ્રભાતસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા નથી અને તેમની જગ્યાએ રતનસિંહ રાઠોડને ટીકીટ આપી છે. પ્રભાતસિંહ ચૌહાણએ સાંસદ તરીકે ૯૧ ટકા હાજરી આપી છે અને લોકસભામાં ૨૯ વખત પ્રશ્નોતરી કરેલ છે અને ચર્ચામાં ૩ વખત ભાગ લીધેલ છે.

ભાજપે વર્તમાન સાંસદની ટીકીટ કાપીને રતનસિંહ રાઠોડને ટીકીટ આપી છે. તેના લીધે પ્રભાતસિંહ ચૌહાણ ખૂબ જ નારાજ છે. પંચમહાલ લોકસભા બેઠક પર  ભાજપને અસંતુષ્ટો કેટલું નુકસાન પહોંચાડશે તે આવનારો સમય બતાવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ