દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીએ આજે ક્રૂડના વૈશ્વિક ભાવના સંદર્ભે પેટ્રોલના ભાવમાં લીટરે રૃા. ૧.૨૩નો અને ડિઝલના ભાવમાં ૮૯ પૈસાનો વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દર પખવાડિયે ક્રુડના વૈશ્વિક ભાવ અને ડોલર - રૃપિયાના ભાવની વધઘટને આધારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કે ઘટાડો કરે છે.