દેશમાં કોરોના વાયરસનું પ્રથમ પ્લાઝમા પરીક્ષણ સફળ રહ્યું છે. દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દી પર પ્લાઝમા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોમવારે વેન્ટિલેટરમાંથી તેને હટાવ્યા પછી પણ તેની સ્થિતિ વધુ સારી છે. હોસ્પિટલે તાજેતરમાં પ્લાઝમા ટેક્નોલોજી ટ્રાયલ શરૂ કર્યું હતું. આ થેરાપીમાં કોરોનામાંથી સાજા થઈ ગયેલા વ્યક્તિનું પ્લાઝમા ચેપગ્રસ્ત દર્દીને આપવામાં આવે છે. આ પ્રક્રિયા દેશમાં પહેલી વાર સફળ થતાં રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે.
ICMRએ પ્લાઝમા થેરાપીને મંજૂરી આપી છે. આ થેરાપી 100 વર્ષ જૂની છે. કોરોનાથી સાજા થયેલા દર્દીનું લોહી લેવાશે અને લોહીમાંથી એન્ટી બોડી દર્દીના લોહીમાં ઉમેરાશે, જેનાથી દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધવાની શક્યતા વધી જાય છે. દક્ષિણ કોરિયામાં આ થેરાપી સફળ થઈ છે.