ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું હતું. જે બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે, બંને દેશ સીઝફાયર માટે સહમત થયા છે. તેમ છતાં ઈરાને મંગળવારે (24મી જૂન) મધ્ય અને દક્ષિણ ઈઝરાયલ પર આઠ બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. જેમાં ત્રણ લોકો મોત થયા હતા. હવે ટ્રમ્પે ફરી બંને દેશોને સીઝફાયરનો ભંગ ન કરવા અપીલ કરી છે.