કોરોના વાયરસથી દેશના 3 લાખથી વધુ લોકોને સંક્રમિત થયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના વાયરસને હરાવવા સતત કામ કરી રહી છે. તેવામાં પીએમ કેરેસ ફંડ અંગેનો વિવાદ વધી રહ્યો છે. આ મામલે કોર્ટમાં અરજી થયા બાદ હવે પીએમ કેરેસ ફંડનું ઓડિટ કરવામાં આવશે. વિવાદો અને કોર્ટના કેસનો સામનો કરી રહેલી મોદી સરકારે શુક્રવારે પીએમ કેરેસ ફંડ અંગેની માહિતીને અપડેટ કરવા માટે એક સ્વતંત્ર ઓડિટરની નિમણૂક કરી છે.
તાજેતરમાં જ પીએમ કેરેસ ફંડ વિશેની માહિતી માટે કોર્ટમાં આરટીઆઈ કરવામાં આવી હતી. આરટીઆઈ કાર્યકરએ પારદર્શિતાના અભાવને દર્શાવતા બોમ્બે હાઈકોર્ટ તેમજ દિલ્હી હાઈકોર્ટમાં આ ભંડોળની માહિતી જાહેર કરવા અંગે રજૂઆત કરી હતી. આ આરટીઆઈનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.
જો કે હવે આરટીઆઈ અરજીઓમાં કેટલાક પ્રશ્નોના જવાબ પીએમ કેરેસ ફંડની વેબસાઇટ પર આપવામાં આવ્યા છે. જેના અનુસાર ભંડોળ 27 માર્ચે ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધાયું હતું. તેની મુખ્ય કચેરી સાઉથ બ્લોકમાં પીએમ ઓફિસ તરીકે નોંધાયેલી છે.
આ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે પીએમ કેરેસ ફંડ વિશેની માહિતી આરટીઆઈ દ્વારા માંગવામાં આવી અને પીએમઓ દ્વારા આ માહિતીનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ અરજીને એમ કહીને નકારી કાઢવામાં આવી હતી કે પીએમ કેરેસ ફંડ આરટીઆઈના કાર્યક્ષેત્રમાં આવતું નથી. જો કે પીએમ કેરેસ ફંડ નીચે દર્શાવેલા મુદ્દા સાથે શરૂઆતથી વિવાદોમાં રહ્યું છે.
1. પીએમ કેર્સ ફંડ માટે સીએસઆર દાનને મંજૂરી છે સીએમ રાહત કોષ માટે નહીં.
2. અઢી મહિના પછી પણ બોર્ડના ટ્ર્સ્ટીઓના નામ જાહેર થયા નથી.
3. પીએમ નેશનલ રિલીફ ફંડ માટે કોઈ પીએસયૂ દાન નહીં પરંતુ પીએમ કેર્સ માટે તેની મંજૂરી છે.
4. આ સિવાય વિદેશી દાનમાં પારદર્શિતાનો અભાવ પણ વિવાદાસ્પદ રહ્યો છે.