દહેગામ તાલુકાનાં વાસણા સોગઠી ગામમાં ગઈકાલે એક ગોઝારી ઘટના બની હતી. મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા એક સાથે 10 યુવાનો ડૂબ્યા હતા. આ 10 પૈકી 8 યુવાનોનાં મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય 2 ની હાલ પણ શોધખોળ કરાઈ રહી છે. આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદ અને કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું છે.
ગાંધીનગરનાં દહેગામની હચમચાવતી ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા થકી દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી વડાપ્રધાને લખ્યું કે, 'ગુજરાતનાં દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિનાં સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના…ૐ શાંતિ….॥