ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક શિબુ સોરેનનું સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિબુ સોરેનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ફોન પર વાત કરીને શોક વ્યક્ત કર્યો છે.
PM Modiએ પોસ્ટમાં લખ્યું છે કે, શિબુ સોરેન એક જમીન સાથે જોડાયેલા નેતા હતા જેમણે જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે કામ કર્યું. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે સમર્પિત હતા. તેમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી.