દિલ્હીમાં હવે નેતાઓ પણ સુરક્ષિત રહ્યા નથી અને તેમની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સોમવારે (ચોથી ઓગસ્ટ) સવારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં કોંગ્રેસના સાંસદ સુધા રામકૃષ્ણનના ગળામાંથી અજાણ્યો શખસ ચેન ખેંચીને ફરાર થઈ ગયો હતો. આ મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.