ગુજરાત સરકારે (Government of Gujarat) રાજ્યના ખેડૂતો (Farmers) ને પૂરતા પ્રમાણમાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ખાતરની સંગ્રહખોરી તથા કાળાબજારીને રોકવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્ય કક્ષાએથી ખાતરના વિતરણ પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (OSD)ની નિમણૂંક કરી છે, જે ખાતરના વિતરણની સમગ્ર પ્રક્રિયાને નિયંત્રિત કરશે અને ખેડૂતો સુધી ખાતરનો પુરવઠો નિયમિત રીતે પહોંચે તેની ખાતરી કરશે.