-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશ(લોકસભાની 80 બેઠકો ધરાવે છે)ના ગોરખપુર ખાતેથી આજે એક કલીસ દબાવીને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો અમલ શરૂ કરીને આજે એક જ દિવસમાં 21 રાજ્યોના 1.01 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 6 હજારમાંથી પ્રથમ હપ્તારૂપે બે હજાર રૂપિયા જમા કર્યા હતા. તે સાથે જ આ 1 કરોડ કરતાં વધારે ગરીબ અને સિમાંત ખેડૂતોના ચહેરા મલકી ઉઠ્યા હશે. કુલ 12 કરોડ ખેડૂતોના ખાતામાં અંદાજે 25 હજાર કરોડ જમા કરવાના છે. ચાલુ સપ્તાહમાં જ બીજા ખેડૂતોના ખાતામાં પણ પહેલા બે હજાર પછી બીજા બે હજાર જમા થઇ જશે. 12 કરોડ ખેડૂતોને 6 હજાર લેખે કુલ 75 હજાર કરોડની સહાય એક વર્ષમાં આપવાની બજેટ વખતે સરકારે જાહેરાત કરી હતી. જેનો અમલ લોકસભા ચૂંટણીઓ પહેલા શરૂ થઇ ગયો છે. ચાલુ ચૂંટણીઓ વખતે પણ આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રકમ જમા થાય તેમ છે. જો કે તે વખતેચૂંટણી આચારસંહિતાનું કારણ આગળ ધરીને વિવાદ થવાની પૂરી શક્યતા છે.