દેશમાં કોરોના વાઈરસના વધતા જતાં કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને કાલે એમ બે દિવસ સુધી દેશના અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવાના છે. PM મોદી આજે 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકો સાથે વાતચીત કરશે. આ બેઠક બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે.
આજે ક્યા-ક્યા રાજ્યો લેશે ભાગ?
આજે થનારી બેઠકમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અંદામાન-નિકોબાર, દાદરા નગર હવેલી અને દમણ દીવ, સિક્કિમ, લક્ષદ્વિપ જેવા પ્રદેશો સામેલ થશે.
આવતી કાલે આ રાજ્યો બેઠકમાં ભાગ લેશે
PM મોદી બુધવારે 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને જમ્મુ-કાશ્મીરના ગવર્નર સાથે વાતચીત કરશે. આ 15 રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા અને ઓડિશા છે.