PM મોદી 27 એપ્રિલે ફરી એકવાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો ભાગ લેશે. જણાવી દઈએ કે, અગાઉ PM મોદીએ 11 એપ્રિલે મુખ્યમંત્રીઓની સલાહ લીધી હતી અને ત્યારબાદ લોકડાઉન ડેડલાઇન વધારવાની સંમતિ આપવામાં આવી હતી.
આ બેઠક બાદ 14 એપ્રિલના રોજ સમાપ્ત થયેલ લોકડાઉનની મુદત વધારીને 3 મે કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે હવે પછીની બેઠકનો મુખ્ય મુદ્દો લોકડાઉનનો અંત કે સમયગાળો વધારવાનો હશે? નોંધનીય છે કે તેલંગણા સરકારે લોકડાઉનને 7 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે.