કેશુબાપાના નિવાસસ્થાનેથી નીકળીને પીએમ મોદી સીધા જ કનોડિયા પરિવારમાં પહોંચ્યા હતા. જ્યાં હિતુ કનોડિયાએ અશ્રુભીની આંખે પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને જોઈને હિતુ કનોડિયાના આઁખ ભીની થઈ ગઈ હતી. અહી પીએમ મોદીએ કનોડિયા બંધુઓની તસવીરોને નમન કર્યું હતુ. કનોડિયા પરિવારમાં બંને ભાઈઓની તસવીરો લગાવવામાં આવી હતી. ત્યારે આ વિશે હિતુ કનોડિયાએ મીડિયાને જણાવ્યું કે, દુખની ઘડીએ પીએમ મોદી તેમના ઘરે આવ્યા એ અમારા માટે મહત્વનું છે. જ્યાં પીએમ મોદી ગુજરાતમાં હતા, ત્યારે કનોડિયા બંધુઓ સાથે ભાઈ જેવી લાગણી વ્યક્ત કરતા હતા. તસવીર જોઈને પીએમ મોદીએ કહ્યું કે, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા.’ પીએમ મોદી અમારા ઘરે આવ્યા તે અમારા માટે ગર્વની વાત છે. તો પીએમ મોદીએ હિતુ કનોડયા અને તેમના માતા સાથે વાતચીત કરીને દિલસોજી વ્યક્ત કરી હતી.