પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કરી રહ્યા છે.દેશભરમાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મોદી લોકોને વિશેષ અપીલ કરી છે.
આજે સમગ્ર દેશ એક લક્ષ્ય અને ઉદ્દેશ સાથે આગળ વધી રહ્યો છે. દેશવાસીઓએ કંઈને કંઈ કરવાનું નક્કી કર્યું છે. શહેર હોય કે ગામ તમામ સ્તરે એક મહાન યજ્ઞ ચાલી રહ્યો છે, સૌ કોઈ તેમા કંઈને કંઈક યોગદાન આપી રહ્યા છે. આજે આપણા ખેડૂતો દેશમાં કોઈ ભૂખ્યુ ન સુવે તેની ચિંતા કરે છે. કોઈ ભાડુ માફ કરે છે, કોઈ ખેતરના પાક કે શાકભાજી દાન આપી રહ્યા છે. અન્યોની મદદ માટે જે ભાવના છે તે કોરોના સામેની લડાઈમાં ભારતને શક્તિ આપી રહ્યું છે. હું નમ્રતા સાથે હું દેશવાસીઓને સર ઝુકાવી નમન કરું છું.
દરેક મુશ્કેલ, પડકાર કંઈને કંઈક શીખવે છે. કેટલીક સંભાવનાના માર્ગ બનાવે છે. નવી દિશા આપે છે. આ સ્થિતિમાં તમે દેશવાસીઓએ જે સંકલ્પ શક્તિ દર્શાવી છે તે ભારતમાં એક નવા પરિવર્તનની શરૂઆત થઈ છે. આપણી સંસ્થા તથા તમામ ક્ષેત્રે નવી ટેકનોલોજી પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે. ટેકનોલોજીના મોરચે દરેક ઈનોવેટર કંઈને કંઈક નવું કરી રહ્યા છે. દેશ એક ટીમ તરીકે કામ કરે છે તેનો આજે આપણે અનુભવ કરી રહ્યા છે. સરકારના તમામ વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે. એવિએશન, રેલવે સહિત તમામ સેક્ટરના લોકો કામ કરી રહ્યા છે, જેથી લોકોને ઓછી તકલીફ પડે. આજે આપણા તમામ સાથી કોરોના વોરિયર છે. આજે ગરીબોને સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. ગરીબોને ત્રણ મહિના ગેસ સિલિન્ડર મફત આપવામાં આવી રહ્યા છે. હું આપણા દેશની રાજ્ય સરકારોની પણ પ્રશંસા કરું છું કે તેમણે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. દેશમાં સ્વાસ્થ્ય કર્મચારીઓએ તાજેતરમાં જે અધ્યાદેશ લાવવામાં આવ્યો છે તેને આવકાર્યો છે. આપણા સ્વાસ્થ્ય કર્મચારીઓ દિવસ રાત કામ કરી રહ્યા છે તેમનું રક્ષણ કરવા માટે તે ખૂબ જ જરૂરી હતો.
સમાજના દ્રષ્ટીકોણમાં પણ પરિવર્તન આવ્યું છે. આપણી સાથે જોડાયેલા લોકોને લઈ આપણો દ્રષ્ટિકોણ બદલાયો છે. આવશ્યક સેવાઓ પૂરી પાડનાર વ્યક્તિઓ વગર આપણુ જીવન કેટલું મુશ્કેલ હોઈ શકે છે તેનો આપણે અહેસાસ કરી છીએ.
આજે દેશના દરેક ખુણેથી એવી તસ્વીરો આવી રહી છે જેમા લોકો સુરક્ષા કર્મી, સ્વાસ્થ્ય કર્મીઓ પર પુષ્પ વર્ષા કરી રહ્યા છે. આજે પોલીસ કર્મચારીઓ ગરીબોને ભોજન આપે છે, દવા પહોંચાડી રહી છે. પોલીસની માનવીય અને સંવેદનશીલતા આપણી સામે ઉભરીને આવ્યા, તેમણે આપણા હૃદયને સ્પર્શી લીધો છે. પોલીસ કર્મચારીઓ ખરા સેવાર્થીઓ તરીકે ઉભરી આવ્યા છે.
પ્રકૃતિ, વિક્રૃતિ અને સંસ્કૃતિને એક ભાવથી જોવામાં આવે તો આપણને જીવનનો એક નવો દ્વાર ખુલતો દેખાશે.
પોતાના હિસ્સાની વસ્તુઓ અન્ય વચ્ચે વહેચીએ તેને જ તો સંસ્કૃતિ કહેવાય છે. ભારતે તેના સંશાધનો અને વિચારોને અનુરૂપ કેટલાક નિર્ણયો કર્યા છે. ભારતની આવશ્યકતા અને સુરક્ષા માટે યોગ્ય નિર્ણયો લીધા છે. આપણે વિશ્વમાં દરેક ખૂણે આવશ્યક દવાઓ પૂરી પાડી છે. તેઓ કહે છે થેન્ક્યુ ઈન્ડિયા, થેન્ક્યુ પિપલ્સ ઓફ ઈન્ડિયા.
રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા આયુર્વેદનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. આયુષ મંત્રાલયે પણ આ માટે કેટલાક દિશા સૂચનો જારી કર્યા હતા.
ક્યારેક આપણને આપણી શક્તિ પર વિશ્વાસ થતો નથી. આપણે આપણી પરંપરાગત સિદ્ધાંતો અને માન્યતાને છોડી દઈ છીએ. પણ હવે આપણે આપણી પરંપરા અંગે વિચાર કરી આગળ વધવાનું રહેશે. વિશ્વ જે ભાષામાં સમજે છે તે વૈજ્ઞાનિક ભાષામાં તેને સમજાવવાની રહેશે.
કોરોનાને લીધે કેટલાક હકારાત્મક પરિવર્તન જોવા મળ્યા છે. તે આપણા જીવનમાં કેટલીક જગ્યા બનાવી રહ્યા છે. તેણે આપણી સમજ અને વિચારોને જાગૃત કર્યા છે. આજે માસ્ક આપણા જીવનનો ભાગ બની રહ્યો છે.
આ એક સુખદ સહયોગ છે કે આજે અક્ષય તૃતિયાં. ક્ષયનો અર્થ થાય છે વિનાશ, પણ અક્ષયનો અર્થ થાય છે કે જેનો નાશ ન થાય. આ દિવસ આપણે એ યાદ અપાવે છે કે ગમે તેવી મુશ્કેલી પડે તેનો સામનો કરવાનો અને જુઝવાની ભાવના અક્ષય છે. આ એજ દિવસ છે કે શ્રી કૃષ્ણ અને સુર્ય ભગવાનના આર્શીવાદથી અક્ષય પાત્ર મળ્યું હતું. આજે ખેડૂતોની મહેનતથી આજે દેશ પાસે અનાજના અક્ષય ભંડાર છે. આપણે જંગલ, નદી વગેરેની ભૂમિકા અંગે વિચાર કરવો પડશે. આપણે આપણી ધરતી અક્ષય રહે તે સુનિશ્ચિત કરવી પડશે.સંકટના સમયમાં આપણી નાની એવી મદદ અન્ય માટે મોટી રાહત મળે છે.
હું તમારા પરિવારના સભ્ય તરીકે હું કેટલાક સૂચન આપવા માંગુ છું. આપણે ક્યારેય વધારે પડતા આત્મવિશ્વાસમાં ન આવી જઈએ. આપણા શહેર, ગામ કે વિસ્તારમાં કોરોના પહોંચ્યો નથી અને તે આવશે નહીં. આ ભૂલ ન કરતા. આપણે વિશ્વના અનુભવને ધ્યાનમાં રાખવાનો છે. તે પ્રત્યે લાપરવાહી દાખવવાની નથી. આગ, દેવુ અને રોગને ક્યારેય હળવાશથી ન લો.