દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રે આઠ વાગ્યે ફરીથી દેશને સંબોધિત કરશે. આ અંગે વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સતત વધતા જતા પ્રકોપના કારણે કેટલીક મહત્વપૂર્ણ વાત દેશવાસીઓ સાથે કરીશ. આજે, 24 માર્ચે રાત્રે આઠ વાગ્ચે દેશને સંબોધન કરીશ. જણાવી દઈએ કે, આ અગાઉ 19 માર્ચના રોજ પણ વડાપ્રધાને દેશને સંબોધન કર્યું હતું અને 22મી માર્ચના રવિવારે જનતા કરફ્યૂ માટે લોકોને અપીલ કરી હતી.