કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પૂર્વ લદ્દાખમાં સર્જાયેલી સ્થિતિ અંગે દેશ સમક્ષ સ્પષ્ટતા કરવા વડા પ્રધાનને જણાવ્યું છે. લાઇવ સંબોધન કરતાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જણાવવું જોઈએ કે ચીની સેનાએ ભારતીય પ્રદેશ પર કેવી રીતે કબજો જમાવ્યો અને શા માટે ભારતીય સેનાના ૨૦ જવાનો શહીદ થયાં. સરકારે દેશને માહિતી આપવી જોઈએ કે ભારતીય સેનાના કેટલાં જવાન ઘવાયાં છે અને હજુ કેટલાં લાપતા છે? સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારની પડખે છે અને દેશ માટે બલિદાન આપનાર શહીદ સૈનિકોના પરિવારોને શ્રદ્ધાંજલિ પાઠવે છે. ૨૦ જવાનોની શહાદતે આખા દેશને હચમચાવી દીધો છે. હું હૃદયના ઊંડાણથી તમામ બહાદુર જવાનોને મારી શ્રદ્ધાંજલિ અર્પું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે તેમના પરિવારોને આ દુઃખનો સામનો કરવાની શક્તિ આપે.