૨૦૧૮ના અંત પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અંતર્ગત બુધવારે મધ્ય પ્રદેશ વિધાનસભાની ૨૩૦ અને મિઝોરમ વિધાનસભાની ૪૦ બેઠકો માટે એક જ ચરણમાં મતદાન યોજાશે. આ માટે મધ્ય પ્રદેશમાં ૨૩૦ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે ૬૫,૩૬૭ મતદાન મથકો ઊભા કરાયાં છે. ચૂંટણી પ્રક્રિયા માટે ૩,૦૦,૭૮૨ કર્મચારીઓને તહેનાત કરાયાં છે. તે ઉપરાંત ૧૨,૩૬૩ માઇક્રો ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરાયાં છે. મધ્ય પ્રદેશમાં શાંતિપૂર્ણ મતદાન માટે ૧.૮૦ લાખ સુરક્ષા કર્મચારી તહેનાત કરાયાં છે. મધ્ય પ્રદેશમાં પાંચ કરોડ કરતાં વધુ નોંધાયેલા મતદાર છે જેમાં ૨,૬૩,૦૧,૩૦૦ પુરુષ અને ૨,૪૧,૩૦,૩૯૦ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ૧,૩૮૯ થર્ડ જેન્ડરના મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વિધાનસભાની ૨૩૦ બેઠકો પર ૨,૯૦૭ ઉમેદવાર પોતાનું ભાવી અજમાવી રહ્યાં છે. જેમાં ભાજપે તમામ ૨૩૦ અને કોંગ્રેસે ૨૨૯ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. કોંગ્રેસે શરદ યાદવના એલજેડીના એક ઉમેદવાર માટે જતારા બેઠક પર ઉમેદવાર ઉતાર્યો નથી.