ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા કેશુભાઈ પટેલ (Keshubhai Patel)નું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં કેશુભાઈ પટેલનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું નિધન થયું હતું. હૉસ્પિટલ ખાતે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કેશુભાઈ પટેલનું ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. કેશબાપાના અવસાન બાદ રાજ્યના અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ શોક સંદેશ પાઠવ્યો છે તો પૂર્વગૃહમંત્રી ઝડફિયાએ 20 વર્ષની સફર યાદ કરી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લખ્યું કે પાર્ટીએ મોટો આધારા ગુમાવ્યો. દરમિયાન આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળ ની કેબિનેટ ની બેઠક મળશે. સદગત કેશુભાઈ ના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ટ્વીટ પર કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે કેશુભાઈ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે.