સરકાર દ્વારા સબસિડી વિનાના રાંધણગેસના સિલિન્ડર દીઠ ભાવમાં રૂ. ૯૩નો વધારો કર્યો છે જ્યારે સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં રૂ. ૪.૫૬નો વધારો કરવામાં આવ્યો છે. જેટ ફ્યૂઅલના ભાવમાં કિલોલિટરદીઠ રૂ. ૧,૦૯૮નો વધારો થયો છે, આને કારણે વિમાનપ્રવાસ વધુ મોંઘો થશે. ઓઇલ માર્કેટિંગ કંપની ઓઇલ ઈન્ડિયાના જણાવ્યા મુજબ નોનસબસિડાઇઝડ એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં રૂ. ૯૩ વધીને સિલિન્ડરદીઠ રૂ. ૭૪૨ થયા છે. સબસિડીવાળા સિલિન્ડરના ભાવ રૂ. ૪.૫૬ વધીને રૂ. ૪૯૫. ૬૯ થયા છે. નવા દર ૧ નવેમ્બરથી અમલમાં આવ્યા છે.