દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને રોકવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યુ હતું. જેનો સમયગાળો આવતીકાલે (14 એપ્રિલે) પૂર્ણ થઇ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે PM મોદી આવતી કાલે લોકડાઉનના સમયને વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે. આ પહેલા PM મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવાની સહમતિ વ્યક્ત કરી હતી.