સુપરકોપ, પંજાબ કા શેર નામોથી ઓળખાતા પંજાબના પૂર્વ ડીજીપી કેપીએસ ગિલનું દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં 82 વર્ષની વયે નિધન થયું છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ કેપીએસ ગિલની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હતી અને તેઓ અંતિમ સ્ટેજ પર હતાં. ડોક્ટરોએ એમ પણ કહ્યું કે તેમના હ્રદયની પણ સારવાર થઈ રહી હતી. ગિલ બે વાર પંજાબના ડીજીપી રહી ચૂક્યા હતાં. તેઓ પોતાના કડક મિજાજથી પંજાબમાં અલગાવવાદ પર નિયંત્રણ મેળવવા બદલ જાણીતા હતાં.