કોલકાતાની સરકારી હોસ્પિટલ આર.જી. કરકૌભાંડ મામલે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટીના ધારાસભ્ય સુદીપ્તો રોય પર સંકજો કસવામાં આવી રહ્યો છે. EDના અધિકારીઓએ તેમના ઘરે દરોડા પાડ્યા છે. આ અગાઉ CBIના અધિકારીઓએ આર.જી. કર દુષ્કર્મ અને હત્યા મામલે રોયની પૂછપરછ કરી હતી.
શ્રીરામપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સુદીપ્તો રોય એક ડોક્ટર પણ છે. આ અગાઉ શુક્રવારે બપોરે CBI અધિકારીઓની એક ટીમ કોલકાતાના ઉત્તરી છેડે સ્થિત સિંથી વિસ્તારમાં રોયના નિવાસસ્થાને પહોંચી હતી અને કેસની તપાસના સંબંધમાં તેમની પૂછપરછ કરી હતી.