લદ્દાખ બોર્ડર પર ચીને કરેલી દગાબાજી અને ભારતના 20 જવાન શહીદ થવાની ઘટના બાદ આખા દેશમાં ભારે રોષની લાગણી છે.
દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આજે પણ ફરી એક વખત સરકાર પર નિશાન સાધ્યુ છે. PM મોદીની આગેવાની હેઠળ ચીન મુદ્દે યોજાનારી સર્વ પક્ષીય બેઠક પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ચીનનો હુમલો કરવાનો પ્લાન પહેલેથી જ હતો પણ આપણી સરકાર ઉંઘતી રહી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એક પછી એક ત્રણ મુદ્દાઓ ઉઠાવતા કહ્યુ હતુ કે, હવે સ્પષ્ટ થઈ ચુક્યુ છે કે, ગલવાનમાં થયેલો ચીનનો હુમલો પૂર્વ આયોજિત હતો. ભારત સરકાર આ દરમિયાન ઉંઘતી રહી હતી અને સમસ્યાને ટાળતી રહી હતી.સરકારની બેદરકારીનુ પરિણામ આપણા જવાનોને સહન કરવુ પડ્યુ છે.
રાહુલ ગાંધીએ પોતાના સમર્થનમાં રાજ્ય કક્ષાના સંરક્ષણ મંત્રીનુ એ નિવેદન પણ ટાંક્યુ છે જેમાં મંત્રી શ્રીપદ નાઈકે કહ્યુ હતુ કે, ચીન દ્વારા થયેલો હુમલો પહેલેથી જ પ્લાન કરેલો હતો.ભારતની સેના તેનો જડબાતોડ જવાબ આપશે.