ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો ગુજરાતની મુલાકાત વધી છે ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં નવસર્જન આદિવાસી અધિકાર યાત્રાના સમાપનમાં તેઓ ઉપસ્થિત રહેશે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં રાહુલ ગાંધીનો ગ્રાન્ડ રોડ શો કરવા કોંગ્રેસે તડામાર તૈયારીઓ કરી છે.