Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે. ત્યારે અમરેલી પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જસદણ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બાબરાના કોટડાપીઠા, પીર ખીજડીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. કેરી, તલ, મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ