-
રાજસ્થાનમાં જયપુરથી પરત વડોદરા આવી રહેલા એક ગુજરાતી પરિવારની કાર આજે વહેલી સવારે રાજસમંદ વિસ્તારમાં ચારભુજા પોલીસ સ્ટેશનની હદમાં પલટી જતાં કારમાં બેઠેલાઓ પૈકી 3 પુરૂષો,1 મહિલા અને 1 બાળકી ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી. એક અન્ય ઘાયલ બાળકીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. કાર રોડ ડિવાઇડર સાથે ટકરાતાં આ અકસ્માત સર્જાયો હતો.