આવકવેરા વિભાગે રાજસ્થાનના બિકાનેર અને હરિયાણાના જિંદમાં દરોડા પાડીને ૧૧૦ કરોડ રૃપિયાનું કાળું નાણું પકડી પાડયું છે. આ કેસમાં સુરતના એક સીએ સહિત કુલ બે ચાર્ટડ એકાઉન્ટન્ટ(સીએ) શંકાના ઘેરામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે સીએ પર શેલ કંપનીઓનો ઉપયોગ કરીને કાળા નાણાંના સર્જન કરવામાં મદદ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.