Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારી સામે લડવા માટે દેશમાં વેન્ટિલેટરની અછત હોવાના રિપોર્ટ આપણે ઘણી જગ્યાએ જોયા છે આ માટે કેન્દ્ર અને રાજ્યની સરકારોએ વિવિધ કમ્પનીઓ પાસે પણ મદદ માંગી હતી ત્યારે રાજકોટની જાણીતી કમ્પની જ્યોતિ CNCએ પડકારને ઝીલીને માત્ર 10 દિવસના ગાળામાં 'ધમણ-1' નામનું વેન્ટિલેટર તૈયાર કરી દીધું છે. આ વેન્ટિલેટરની જાહેરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. આ સમયે તેમની સાથે જ્યોતિ CNC કમ્પનીના માલિક પરાક્રમસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

CM રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં વેન્ટિલેટરની અછત નહીં રહે, અને જો પ્રોડક્શન વધુ હશે તો ગુજરાત અન્યા રાજ્યોમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટે વેન્ટીલેટર મોકલશે. આ વેન્ટીલેટર મેડ ઈન ગુજરાત અને મેડ ઈન રાજકોટ બન્યું છે. એટલે તેનું નામ ‘ધમણ-1’ રાખવામાં આવ્યું છે.

આ વેન્ટીલેટર બનાવવાના પ્રોજેક્ટમાં સામેલ CNC કમ્પનીના માલિક પરાક્રમસિંહએ જણાવ્યું કે, 10 દિવસની અંદર અમે આ પ્રોજેક્ટને પૂર્ણ કર્યો છે. 150 લોકોએ દિવસ રાત કામ કર્યું છે. ભારતની 26 કંપનીઓએ અમને પાર્ટ્સ આપ્યા છે. 'ધમણ-1' પ્રેસર કંટ્રોલ વેન્ટિલેટર છે. અને તે ખાસ કોરોનાના દર્દીઓ માટે જ બનાવવામાં આવ્યું છે. આગામી 10 દિવસમાં દિવસના 100 વેન્ટિલેટર બનશે. હાલ ફક્ત 3 જ વેન્ટિલેટર બન્યા છે. 1 લાખથી પણ ઓછા ખર્ચમાં આ વેન્ટિલેટર બન્યું છે. પહેલાં 1 હજાર વેન્ટિલેટર રાજ્ય સરકારને દાન કરવામાં આવશે. આ વેન્ટિલેટર ગુજરાત અન્ય રાજ્યોને પણ મોકલશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ