લદાખ સ્થિત ગલવાન વેલીમાં ભારતીય લશ્કરના જવાનોની શહીદીને પગલે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા સંખ્યાબંધ ટ્વીટ કરીને ભારતીય જવાનોની બહાદુરી અને ફરજ નિષ્ઠાને બિરદાવતા તેમના બલિદાન બદલ શ્રદ્ધાંજલિ આપી હતી. રાજનાથ સિંહે જણાવ્યું કે, દેશ તેમની બહાદુરી અને બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકે. શહીદ થયેલા જવાનોના પરિવાર પ્રત્યે હું હ્રદયપૂર્વક દુઃખ વ્યક્ત કરું છું. દેશના વીરોની બહાદુરી અને તેમની હિંમત પર સૌ દેશવાસીને ગર્વ છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ચીનના સૈનિકો સાથેની અથડામણમાં ભારતીય લશ્કરના 20 જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા જેમાં એક કર્નલ રેન્કના અધિકારીનો પણ સમાવેશ થાય છે. વળી, ચીનના પણ 40થી 45 સૈનિક માર્યા ગયા છે.